સપ્ટેમ્બર ૧
Appearance
૧ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૬૦૪ – શીખોના પવિત્ર આદિ ધર્મગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબની હરમંદિર સાહિબ ખાતે સૌ પ્રથમ સ્થાપના કરવામાં આવી.
- ૧૮૭૮ - એમ્મા નટ વિશ્વની પ્રથમ મહિલા ટેલિફોન ઓપરેટર બની. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા બોસ્ટન ટેલિફોન ડિસ્પેચ કંપનીમાં ભરતી કરવામાં આવી.
- ૧૮૮૦ – મોહમ્મદ અયુબ ખાનની સેનાને અંગ્રેજોએ કંદહારની લડાઈમાં હરાવી પરિણામે દ્વિતીય એંગ્લો-અફઘાન યુદ્ધનો અંત આવ્યો.
- ૧૯૧૪ – રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ બદલીને પેટ્રોગ્રાડ કરવામાં આવ્યું.
- ૧૯૫૨ – ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, અર્નેસ્ટ હેમિંગ્વેની પુલિત્ઝર પુરસ્કાર વિજેતા નવલકથા પ્રકાશિત થઈ.
- ૧૯૬૧ – બિનજોડાણવાદી (ગુટનિરપેક્ષ) દેશોનું પ્રથમ સંમેલન યુગોસ્લાવિયાના બેલાગ્રેડમાં યોજાયું.
- ૧૯૬૪ – "ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી" અને "ઇન્ડિયન ઓઇલ કંપની"નાં એકત્રીકરણ દ્વારા "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન"ની રચના કરાઇ.
- ૧૯૯૧ – ઉઝબેકિસ્તાને સોવિયેત યુનિયનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૬ – એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક મહાનુભાવ (અ. ૧૯૭૭)
- ૧૯૩૦ – ચાર્લ્સ કોરિયા, (Charles Correa) ભારતીય સ્થપતિ (અ. ૨૦૧૫)
- ૧૯૩૧ – અબ્દુલ હક અન્સારી, (Abdul Haq Ansari) ભારતીય ધર્મશાસ્ત્રી અને વિદ્વાન (અ. ૨૦૧૨)
- ૧૯૩૪ – જલન માતરી, ગુજરાતી ગઝલકાર (અ. ૨૦૧૮)
- ૧૯૪૭ – રમેશ ર. દવે, ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક
- ૧૯૪૯ – પી.એ.સંગ્મા, ભારતીય રાજકારણી, ભુ.પૂ. લોક સભા અધ્યક્ષ
- ૧૯૭૦ – પદ્મા લક્ષ્મી, (Padma Lakshmi) ભારતીય-અમેરિકન અભિનેત્રી અને લેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૫૮૧ – ગુરુ રામદાસ, ચોથા શીખ ગુરુ (જ. ૧૫૩૪)
- ૨૦૦૩ – જયંત પાઠક, ગુજરાતી કવિ અને વિવેચક (જ. ૧૯૨૦)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર September 1 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.