એપ્રિલ ૨
Appearance
૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૨મો(લિપ વર્ષ દરમ્યાન ૯૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,'સુવર્ણદુર્ગ' (Suvarnadurg) પર કબ્જો કર્યો.
- ૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
- ૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, 'સી.એન.ટાવર'નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
- ૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા (Rakesh Sharma) સોયુઝ ટી-૧૧ (Soyuz T-11) અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
- ૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.
જન્મ
[ફેરફાર કરો]- ૧૬૧૪ - જહાનઆરા; શાહજહાં અને મુમતાઝ મહલની પુત્રી. (અ. સપ્ટેમ્બર ૧૬, ૧૬૮૧)
- ૧૭૮૧ - સ્વામિનારાયણ ભગવાન, (અ. ૧૮૩૦)
- ૧૯૪૨ - રોશન શેઠ, ચલચિત્ર અભિનેતા. (જેમણે પ્રસિદ્ધ ચલચિત્ર "ગાંધી my foot"માં જવાહરલાલ નહેરૂનું પાત્ર ભજવેલું.
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૭૨ – સેમ્યુઅલ મોર્સ, એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરનાર અમેરિકન સંશોધક (જ. ૧૭૯૧)
- ૧૯૬૫ – કૃષ્ણકુમારસિંહ ગોહીલ ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી.
- ૧૯૮૮ – પુષ્પાબેન મહેતા, ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી (જ. ૧૯૦૫)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન (International Children's Book Day)
- વિશ્વ સંભાષણ અક્ષમતા જાણકારી દિન (en:World Autism Awareness Day)