નવેમ્બર ૫
દેખાવ
૫ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૫૫૬ – પાનીપતનું બીજું યુદ્ધ: દિલ્હી ખાતેના હિન્દુ રાજા હેમચંદ્ર વિક્રમાદિત્ય અને મુઘલ સમ્રાટ અકબરના દળો વચ્ચેની લડાઈની શરૂઆત થઈ.
- ૧૯૪૦ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ત્રીજી ટર્મ માટે ચૂંટાનારા અમેરિકાના પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.
- ૧૯૬૮ – રિચાર્ડ નિક્સન અમેરિકાના ૩૭મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- ૧૯૯૬ – પાકિસ્તાની રાષ્ટ્રપતિ ફારૂક લેઘારીએ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની સરકારને બરતરફ કરી અને નેશનલ એસેમ્બલીને વિખેરી નાખી.
- ૧૯૯૬ – બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.
- ૨૦૦૬ – ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન અને તેમના સહ-પ્રતિવાદીઓ બરઝાન ઇબ્રાહિમ અલ-તિકરિતી અને અવાદ હમદ અલ-બંદરને ૧૯૮૨માં ૧૪૮ શિયા મુસ્લિમોના નરસંહારમાં તેમની ભૂમિકા બદલ અલ-ડુજેલ ટ્રાયલમાં ફાંસીની સજા ફટકારવામાં આવી.
- ૨૦૦૭ – ચીનનો પહેલો ચંદ્ર ઉપગ્રહ ચાંગઇ ૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં તરતો મૂકાયો.
- ૨૦૦૭ – ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું.
- ૨૦૧૩ – ભારતે તેની પ્રથમ આંતરગ્રહીય ખગોળતપાસ માટેના મંગળયાન (માર્સ ઓર્બિટર મિશન)ની શરૂઆત કરી.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૭૦ – ચિતરંજનદાસ, બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક પ્રમુખ કાર્યકર્તા (અ. ૧૯૨૫)
- ૧૮૮૭ – બિપિન બિહારી ગાંગુલી, ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્ય અને રાજકારણી (અ. ૧૯૫૪)
- ૧૯૧૭ – બનારસી દાસ ગુપ્તા, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી, હરિયાણાના ૪થા મુખ્યમંત્રી (અ. ૨૦૦૭)
- ૧૯૫૫ – કરણ થાપર, ભારતીય પત્રકાર અને લેખક
- ૧૯૮૮ – વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટર
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૮૫ – છોટમ, ગુજરાતના સંતકવિ અને યોગી. (જ. ૧૮૧૨)
- ૧૯૧૫ – ફિરોઝશાહ મહેતા, ભારતના પારસી રાજકારણી અને વકીલ. (જ. ૧૮૪૫)
- ૨૦૧૧ – ભુપેન હજારિકા, ગાયક, સંગીતકાર, કવિ અને દિગ્દર્શક. (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર November 5 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.