જૂન ૨૭
Appearance
૨૭ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૮મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૮૯૮ – જોશુઆ સ્લોકમ દ્વારા વિશ્વની પ્રથમ એકલ પરિક્રમા બ્રિયાર ટાપુ, નોવા સ્કોટિયાથી પૂર્ણ કરવામાં આવી.
- ૧૯૫૪ – મોસ્કો (Moscow) નજીક, 'ઓબનિન્સ્ક'(Obninsk)માં, વિશ્વનું પ્રથમ પરમાણુ ઉર્જા મથક (Nuclear power station) ખુલ્લું મુકાયું.
- ૧૯૬૭ – 'એનફિલ્ડ' લંડનમાં, વિશ્વનું પ્રથમ એટીએમ (ATM) શરૂ કરાયું.
- ૧૯૭૭ – 'રિપબ્લીક ઓફ જિબુતી' ફ્રાન્સથી આઝાદી મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.
- ૨૦૧૩ – નાસાએ સૂર્યનું નિરીક્ષણ કરવા માટે ઇન્ટરફેસ રિજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ (એક્સપ્લોરર–૯૪) નામનો સૌર નિરીક્ષણ ઉપગ્રહ તરતો મૂક્યો.
જન્મ
[ફેરફાર કરો]- ૮૬૨ – તમિલ હિંદુ સંત "માણિક્કવાચકર" (તમિલ ભાષા: மாணிக்கவாசகர்) (Manikkavacakar)
- ૧૮૩૮ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ભારતીય પત્રકાર, લેખક અને કવિ (અ. ૧૮૯૪)
- ૧૮૮૦ – હેલેન કેલર, અમેરીકી લેખક, રાજનૈતિક કાર્યકર્તા તથા વ્યાખ્યાતા (અ. ૧૯૬૮)
- ૧૯૧૮ – ધીરુભાઈ ઠાકર, ગુજરાતી ભાષાના સંશોધક, વિવેચક, સંપાદક અને ચરિત્રકાર (અ. ૨૦૧૪)
- ૧૯૩૯ – આર. ડી. બર્મન, ભારતીય સંગીતકાર અને અભિનેતા (અ. ૧૯૯૪)
- ૧૯૪૬ – વિનેશ અંતાણી, ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર
- ૧૯૬૨ – સુનંદા પુષ્કર, ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિક અને શશી થરૂરનાં પત્ની (અ. ૨૦૧૪)
અવસાન
[ફેરફાર કરો]- ૧૮૩૯ – મહારાજા રણજીતસિંહ, પંજાબ, લાહોરના રાજા અને શીખ સામ્રાજ્યના સંસ્થાપક (જ. ૧૭૮૦)
- ૧૯૯૮ – સુમતિ મોરારજી, શીપિંગ ઉદ્યોગના પ્રથમ ભારતીય મહિલા (જ. ૧૯૦૯)
- ૨૦૦૮ – સામ માણેકશા, ભારતીય ફિલ્ડમાર્શલ (જ. ૧૯૧૪)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર June 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.