લખાણ પર જાઓ

કાલ ભૈરવ

વિકિપીડિયામાંથી
વ્યક્તિગત માહિતી
જીવનસાથીભૈરવી Edit this on Wikidata

ભૈરવ શબ્દનો ગૂઢ અર્થ ‘ય્શ્ન્ર’ થાય છે. મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ર્જા મેળવવા માટે ભૈરવ એક ‘ઞ્રફત્શ્લ્’ મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની ગતિ અનુસાર ‘સમય’ ઓળખવવાનું અતિ કિઠન કાર્ય ‘કાલ ભૈરવ’ કરે છે. શકિત ઉપાસનાથી લઇને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની કòપા અતિ જરૂરી બને છે. ભૈરવની ઉત્પત્તિ દેવીપુરાણ-મહાકાલસંહિતા, રુદ્રવામલ, શાકતપ્રમોદ વગેરે ગ્રંથોમાં દર્શાવી છે. બ્રહ્માના પાંચમા મુખનું ગર્વથી ખંડન થતાં કાશી (વારાણસી)માં જઇને પ્રસ્થાપિત થયેલા કાલ ભૈરવ કાશીના કોતવાલ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સમગ્ર ભારતવર્ષમાં જેટલાં શકિતના સ્થાનો છે ત્યાં કાળ ભૈરવ યા બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ વગેરેની મૂર્તિ સ્થપાયેલી જોવા મળે છે. સામાન્ય રીતે લોકજાતિ સંસ્કૃતિ દેવના કારણે લગભગ ઘણીખરી મૂર્તિઓને ‘મદિરા’ પાનનું સેવન કરાવતા હોય છે. અડદ, વેસણ-બુંદીનો ભોગ, તેમજ રાજસિક-તામસિક ભોગ-બલિ પણ ચઢાવતા હોય છે.

આસામ-જબલપુર-કાશી-ઉજજૈન-રાજસ્થાનમાં ભૈરવની ઉપાસના મુખ્યત્વે વિશેષ જૉવા મળે છે. ભૈરવની ઉપાસના પદ્ધતિ ઘણા પ્રકારની છે. પરંતુ મુખ્યત્વે બટુક ભૈરવ, ક્ષેત્રપાલ ભૈરવ-(મહા) કાલ ભૈરવ, સ્વણાર્કર્ષણ ભૈરવ છે. તંત્રમાં તો ૬૪-યા ૮૪ તેમજ દેવીશકિતના વિગ્રહ અનુસાર પર (બાવન) ભૈરવ દર્શાવ્યા છે.

મંદિરો

[ફેરફાર કરો]

ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]