સુલેમાન પર્વત
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
સુલેમાન પર્વત (અથવા તખ્ત-ઈ સુલેઈમાન, કે સુલેમાન ખડક કે સુલેમાનનું સિંહાસન) એ સંપૂર્ણરીતે કીરગીઝસ્તાનમાં આવેલું હોય એવું એક માત્ર વિશ્વ ધરોહર સ્થળ છે. ( બાકીના બે વિશ્વ ધરોહર સ્થળો તીઅન-શાન અને રેશમ માર્ગ ચીન અને કઝાકસ્તાનમાં વિસ્તરેલા છે).[૧] આ સ્થળ ઓશ શહેરમાં આવેલું છે. એક સમયે આ સ્થળ મુસલમાનો અને પૂર્વ મુસલમાન ધર્મોના લોકોનું મુખ્ય તીર્થધામ હતું. આ પર્વત આસપાસના ફેર્ગાનાના સપાટ મેદાન પ્રદેશમાંથી અચાનક ઉઠી આવેલો લાગે છે. આ પર્વત પરથી દેખાતા સુંદર દ્રશ્યને કારણે સ્થાનીય તેમજ અન્ય મુલાકાતીઓમાં તે ઘણું પ્રચલીત છે.
સુલેમાન (સોલોમન) એ કુરાનમાં એક પયગંબર છે. આ પર્વત પર તેમનું એક તીર્થધામ છે જે મોટેભાગે તેમની કબર છે. જે સ્ત્રી આ પર્વત ચઢીને તીર્થસ્થળે આવેલા ખડકના પોલાણમાંથી નીકળે તેઓ સ્વસ્થબાળકોને જન્મ આપે છે એવી લોકવાયકા છે. આ પર્વત પર આવેલા વૃક્ષો અને છોડાવાઓ પર માનતાના ઘણાં વાવટાઓ અને પટ્ટીઓ બાંધેલી છે.
યુનેસ્કોના હિસાબે આ પર્વત મધ્ય એશિયામાં આવેલું એક પવિત્ર પર્વતનું સંપૂર્ણ ઉદાહરણ છે, જેને ઘણી સદીઓથી પૂજા થતી આવી છે.[૨] આ સ્થળ સ્થાનીય મુસ્લીમ લોકોમાં આજે પણ ઘણું પ્રચલીત છે. તેના દાદરાઓ ટોચ સુધી પહોંચે છે. ટોચ પર એક મસ્જીદ છે જેને બાબરે ૧૫૧૦માં બંધાવી હતી. આ મસ્જીદનું ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં પુનર્બાંધકામ થયું હતું.
આ પર્વતમાં રાષ્ટ્રીય ઐતિહાસિક અને પુરાતાત્વીક સંગ્રહાલય સંકુલ આવેલું છે. તેન��ં બાંધકામ સોવિયેત સમયમાં થયું હતું. આ સંગ્રહાલયમાં આની આજુબાજુના ક્ષેત્રોની પુરાતાત્વીક વસ્તુઓ સંગ્રહવામાં આવી છે. આ પર્વતની નીચેના ઢોળાવના ભાગમાં સ્મશાન આવેલું છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Sulaiman-Too Sacred Mountain". UNESCO. મેળવેલ 9 August 2014.
- ↑ "Sacred mountain in Kyrgyzstan enters List along with Iran's Shushtar water system and Royal tombs in Republic of Korea". UNESCO. મેળવેલ 9 August 2014.