બાબરકોટ (તા. જાફરાબાદ)
બાબરકોટ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°52′00″N 71°22′00″E / 20.8667°N 71.3667°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | જાફરાબાદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી |
બાબરકોટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલું સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ પુરાતત્વીય મહત્વ ધરાવતું સ્થળ અને ગામ છે. બાબરકોટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અમદાવાદથી આ સ્થળ ૩૨૫ કિમી અને ભાવનગરથી ૧૫૨ કિમી દૂર આવેલું છે.
ખોદકામ
[ફેરફાર કરો]યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના ગ્રેગરી પોસેલે આ સ્થળનો વિગતવાર અભ્યાસ રોઝડી અને ઓરિયા ટીંબાની સાથે હાથ ધર્યો હતો.
ઐતિહાસિક મહત્વ
[ફેરફાર કરો]આ સ્થળ હડપ્પીય સંસ્કૃતિના પાછલા સમયનું છે અને ૨.૭ હેક્ટરનો વિસ્તાર ધરાવે છે. અહીં કિલ્લેબંધ દિવાલ પણ છે.[૧]
તારણો
[ફેરફાર કરો]આ સ્થળ પરથી અનાજ[૧] બાજરી વગેરેના[૨] અવશેષો મળ્યા છે, એવું જણાય છે કે ઇ.સ. પૂર્વે ત્રીજી સદી દરમિયાન બાજરીનો પાક અહીં લેવાતો હતો.[૩] બાબરકોટમાં બે પાકો, એક ઉનાળામાં ��ને અન્ય શિયાળા દરમિયાન, લેવાતા હતા એવું જણાયું છે.[૪]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Singh, Upinder (૨૦૦૮). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૨૨૨. ISBN 9788131711200.
- ↑ Agnihotri, V.K.(Ed.) (૧૯૮૧). Indian History. Mumbai: Allied Publishers. પૃષ્ઠ A-82.CS1 maint: extra text: authors list (link)
- ↑ McIntosh, Jane R. (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, Calif.: ABC-CLIO. પૃષ્ઠ 112. ISBN 9781576079072.
- ↑ Nicholas David,, Carol Kramer (૨૦૦૧). Ethnoarchaeology in Action (Digitally repr., with corr. આવૃત્તિ). New York: Cambridge University Press. પૃષ્ઠ ૧૩૨. ISBN 9780521667791.CS1 maint: extra punctuation (link)