ચિદંબરમ સુબ્રમણ્યમ
ચિદંબરમ સુબ્રમણ્યમ | |
---|---|
સી. સુબ્રમણ્યમ, સન્માન સમારોહ દરમિયાન | |
કૃષિ મંત્રી | |
પદ પર ૧૯૬૪ – ૧૯૬૬ | |
પ્રધાન મંત્રી | લાલ બહાદુર શાસ્ત્રી |
પુરોગામી | સ્વર્ણ સિંહ |
અનુગામી | જગજીવન રામ |
આયોજન સમિતિના ડેપ્યુટી ચેરમેન | |
પદ પર ૨ મે ૧૯૭૧ – ૨૨ જુલાઇ ૧૯૭૨ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | ડી. આર. ગાડગીલ |
અનુગામી | દુર્ગા પ્રસાદ ધાર |
નાણાં મંત્રી | |
પદ પર ૧૯૭૫ – ૧૯૭૭ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | યશવંતરાવ ચૌહાણ |
અનુગામી | હરિભાઇ એમ. પટેલ |
રક્ષા મંત્રી | |
પદ પર ૨૮ જુલાઇ ૧૯૭૯ – ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ | |
પ્રધાન મંત્રી | ચરણ સિંહ |
પુરોગામી | જગજીવન રામ |
અનુગામી | ઈન્દિરા ગાંધી |
મહારાષ્ટ્રના ગવર્નર | |
પદ પર ૧૫ ફેબ્રુઆરી ૧૯૯૦ – ૯ જાન્યુઆરી ૧૯૯૩ | |
પુરોગામી | કાસુ બ્રહ્માનંદ રેડ્ડી |
અનુગામી | પી. સી. એલેક્ઝાન્ડર |
અંગત વિગતો | |
જન્મ | 30 January 1910 |
મૃત્યુ | 7 November 2000 | (ઉંમર 90)
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
માતૃ શિક્ષણસંસ્થા | મદ્રાસ યુનિવર્સિટી |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૯૮) |
ચિદંબરમ સુબ્રમણ્યમ (૩૦ જાન્યુઆરી ૧૯૧૦ - ૭મી નવેમ્બર ૨૦૦૦) એક રાજકારણી અને સ્વતંત્ર સેનાની હતાં જેઓએ ભારતનાં નાણાં, કૃષિ અને સંરક્ષણ ખાતાનાં મંત્રીની જવાબદારીઓ સંભાળી હતી. તેમની આગેવાની દરમ્યાન થયેલ હરિત ક્રાંતિ બદલ દેશનો સર્વોચ્ય ભારત રત્ન ખીતાબ આપવામાં આવ્યો હતો.
જન્મ અને શિક્ષણ
[ફેરફાર કરો]ચિદંબરમ સુબ્રમણ્યમનો જન્મ તામિલનાડુ રાજ્યના કોઈમ્બતુર જિલ્લાનાં પોલાચીમાં થયો હતો. ચેન્નાઇની પ્રેસીડન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક અને મદ્રાસ (ચેન્નઈ) લો કોલેજમાંથી કાયદાની પદવી લીધી હતી. પોતાના કોલેજકાળ દરમ્યાન તેઓએ 'વનામાલર સંગમ' સંસ્થાની સ્થાપના કરી હતી આ ઉપરાંત 'પીથાન' નામનું સામયિક પણ ચાલુ કર્યુ હતું.
રાજકીય કારકિર્દી
[ફેરફાર કરો]ચિદંબરમ સુબ્રમણ્યમે તેમની કોલેજ કાર્ય��ાળ દરમ્યાન અસહકાર અને ભારત છોડો આંદોલનોમાં ભાગ લિધો હતો. ૧૯૪૭માં તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. સ્વતંત્રતા બાદ તેઓ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી શિક્ષણ,કાયદા અને નાંણા મંત્રી તરીકે સેવાઓ આપી હતી. ૧૯૬૨માં લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા બાદ તેઓ કેન્દ્ર સરકારમાં પ્રથમ પોલાદ અને ખાણ અને બાદમાં અન્ન અને કૃષિ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૭૧ થી ૧૯૭૨ના સમયગાળા દરમ્યાન તેઓ આયોજન મંત્રાલયના ઉપસભાપતી પદે રહ્યા હતા. ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા બાદ તેઓ કોંગ્રેસ (શાસક)ના પ્રમુખ પદે નિમાયા હતા અને આજગાળા દરમ્યાન ભારતીય રુપિયાનું સૌપ્રથમ વખત અવમુલ્યન કરવામાં આવ્યુ હતુ. ૧૯૭૫થી ૧૯૭૭ ના ગાળા (કટોકટીના સમય) દરમ્યાન તેઓએ દેશનાં નાણાં મંત્રીના રુપે સેવાઓ આપી હતી. ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ થયેલ ભાગલામાં તેઓ કોંગ્રેસ (ઉર્સ)માં જોડાયા હતા. ૧૯૭૯માં તેઓએ ચૌધરી ચરનસિંઘની અલ્પકાલીન સરકારમાં સંરક્ષણ મંત્રી અને ત્યારબાદ ૧૯૯૦-૯૩ ના સમયગાળામાં મહારાષ્ટ્ર રાજ્યનાં રાજ્યપાલની સેવાઓ આપી હતી.
હરિત ક્રાંતિમાં ફાળો
[ફેરફાર કરો]તેમનાં કૃષિ મંત્રીના પદભાર દરમ્યાન ડો. સ્વમિનાથન અને ડો. નોર્મન બાર્લોગના સહયોગથી ભારત સૌપ્રથમ વખત અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી થયો હતો અને દેશમાં હરિત ક્રાંતિના મંડાણ થયા હતા. આ ઉપરાંત દુધ ઉત્પાદન વધારવા માટે કરેલ 'ઓપરેશન ફ્લ્ડ'માં પણ તેઓએ યોગદાન આપ્યુ હતું.
સન્માનો
[ફેરફાર કરો]- ભારત રત્ન - ૧૯૮૮
- વાય.બી.ચવાણ રાષ્ટ્રીય એક્તા પુરસ્કાર[૧]
- યુ-થાન્ટ શાંતિ પુરસ્કાર ૧૯૯૬
- નોર્મન બાર્લોગ પુરસ્કાર - ૧૯૯૬[૨]
- અનુવ્રુત પુરસ્કાર - ૧૯૮૮
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.thehindubusinessline.in/2000/11/08/stories/14085505.htm
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-15.