લખાણ પર જાઓ

ગૂગોલ

વિકિપીડિયામાંથી

ગૂગોલ એ અત્યંત મોટી સંખ્યા 10100 માટે વપરાતો શબ્દ છે. દશાંશ પદ્ધતિ પ્રમાણે તે ૧ પછી ૧૦૦ શૂન્યો વડે બનતી સંખ્યા છે:

10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

આ શબ્દ ૧૯૨૦માં અમેરિકન ગણિતશાસ્ત્રી એડવર્ડ કાસ્નેરના ૯ વર્ષના ભત્રીજા મિલ્ટોન સિરોટ્ટા (૧૯૧૧-૧૯૮૧) એ બનાવ્યો હતો.[]કાસ્નેરે આ ખ્યાલ તેના પુસ્તક મેથેમેટિક્સ એન્ડ ધ ઇમેજિનેશનમાં ૧૯૪૦માં લોકપ્રિય બનાવ્યો હતો.[]

ગૂગોલનું ગણિતમાં કોઇ ખાસ મહત્વ નથી. તેમ છતાં, તે ઘણી મોટી સંખ્યાની વસ્તુઓની સરખામણી કરવામાં ઉપયોગમાં આવે છે. દાખલા તરીકે દ્રશ્યમાન વિશ્વમાં રહેલા અણુઓ અથવા ચેસની રમતની શક્ય ચાલો.

ગુણધર્મો

[ફેરફાર કરો]

ગૂગોલ એ લગભગ ૭૦! (૭૦નું ફેક્ટોરિયલ) જેટલી છે. ગૂગોલનું પ્રતિનિધિત્વ કરવા માટે ૩૩૩ બીટ્સની જરૂર પડે છે. એટલે કે, ૧ ગૂગોલ ≈ 2332.19280949, અથવા ચોક્કસ રીતે . તેમ છતાં, ગૂગોલ એ IEEE 754 double-precision floating point પ્રકારની સીમાની અંદર આવી જાય છે.

ગૂગોલ શ્રેણી (મોડ n) એ નીચે પ્રમાણે છે:

0, 0, 1, 0, 0, 4, 4, 0, 1, 0, 1, 4, 3, 4, 10, 0, 4, 10, 9, 0, 4, 12, 13, 16, 0, 16, 10, 4, 16, 10, 5, 0, 1, 4, 25, 28, 10, 28, 16, 0, 1, 4, 31, 12, 10, 36, 27, 16, 11, 0, ... (OEISમાં શ્રેણી A066298)

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Bialik, Carl (૧૪ જૂન ૨૦૧૪). "There Could Be No Google Without Edward Kasner". The Wall Street Journal Online.
  2. Kasner, Edward; Newman, James R. (૧૯૪૦). Mathematics and the Imagination. Simon and Schuster, New York. ISBN 0-486-41703-4.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  • Padilla, Tony; Symonds, Ria. "Googol and Googolplex". Numberphile. Brady Haran. મૂળ માંથી 2014-03-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-22.